માનભેર નિવૃત્ત થવાની કળા
Wide angle-Sandesh
• જ્યારે બધા રોકતા હોય ત્યારે વિદાય લઈ લેવી એ સર્વશ્રોષ્ઠ નિવૃત્તિ છે, પરંતુ જૂજ મહાનુભાવોને આવું સદભાગ્ય મળે છે...
સાચા કલાકારને પોતાનો રોલ ક્યા પૂરો થઈ ગયો એ ખબર હોય છે. ફિલ્મ 'ક્રાઈસ્ટ'માં કેસિનો માલિક તેના ઝનૂની દિકરાને કહે છે ''સચ્ચે ગેમ્બલરકો પતા હોતા હૈ કિ કબ ટેબલસે ઉઠ જાના ચાહિયે'' ટોચ ઉપર પહોંચ્યા પછી ત્યાં કાયમી રહી શકાતું નથી. વિજય રૂપાણી હોય કે મહેન્દ્રસિંહ ધોની કે પછી ફિલ્મ, કોર્પોરેટ વર્લ્ડ... સમય સાથે બદલાવ આવતો રહે છે. ક્યારેક હોદ્દાના ગ્લેમરમાં આ બદલાવને વ્યક્તિ ખુદ માપી શકતી નથી પરંતુ આવા સમયે યાદ રાખવું પડે કે ટોચ ઉપર પહોંચ્યા પછી ત્યાં કાયમી રહી શકાતું નથી. તમારી ઊંચાઈને જોઈને ઉપર ઉઠતા હાથ તમને 'સલામ' જેવા લાગે પરંતુ એ સલામ કરનારામાંથી અનેકની તૃષ્ણા પણ તમારા સ્થાને પહોંચવાની હોય છે !
ફીફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર ફ્રાન્સના મશહૂર ફૂટબોલર ઝીનેડીન ઝિડાને વર્ષ-૨૦૦૬માં ગોલ્ડન બોલ મળ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી માનભેર વિદાય લીધેલી, ફાઈનલ મેચમાં માર્કો મેટારાઝી સાથે ચાલુ મેચે મારામારી બદલ ઝિડાનને રેડ કાર્ડ મળેલું, આ સ્થિતિમાં ૩૪ વર્ષની વયે તેણે ગોલ્ડન બોલ સાથે સન્માનભેર અલવિદા કહી દીધી. વિશ્વમાં શ્રોષ્ઠ સ્ટ્રાઈકર ગણાતા બ્રાઝિલના રોનાલ્ડોએ ૬૨ ગોલ પછી નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેની ઉંમર પણ ૩૪ વર્ષ હતી, ૧૦૦ મેચ પૂરા થવામાં માત્ર બે જ મેચ બાકી હતી છતા રોનાલ્ડોએ કહેલું 'દરેક ખેલાડીએ પોતાની ઈટૅૈિઅ ઙ્ઘટ્વંી જાતે નક્કી કરવી પડે છે.
૭૨ બિલીયન ડોલરના તાતા જૂથનું ૨૧ વર્ષ જતન કર્યા પછી ૭૫ વર્ષની વયે નિવૃત્તિ લેનાર રતન તાતા કે માઈક્રોસોફ્ટના બીલ ગેટ્સની કહાની પણ સમજવા જેવી છે. સૂરજ મધ્યાહને તપતો હોય, બધા જ રોકતા હોય, કારકિર્દીનો ગ્રાફ ટોચ ઉપર હોય ત્યારે ગરિમાપૂર્ણ રીતે એક્ઝિટ કરવાનું સદ્ભાગ્ય બધાને મળતું નથી. તાજ્જૂબ થઈ જવાય તેવા કિર્તીમાનો સ્થાપનારા પણ જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેની વિદાય એટલી ભવ્ય બનતી નથી. સચિન તેંડુલકરથી સૌરવ ગાંગુલી કે પછી કપિલ દેવ, સુનિલ ગાવસ્કરને જૂઓ... ફોર્મ ગૂમાવી દીધા પછીની અવસ્થામાં તેણે નિવૃત્તિ લીધેલી, ધારો કે તેણે બે-ચાર વર્ષ પહેલા 'ગૂડ બાય' કહ્યું હોત, તો કદાચ એ વધું ગૌરવપૂર્ણ હતું.
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટનો પર્યાય ગણાતા જેક કાલીસે ૧૩,૧૭૪ રન અને ૨૯૨ વિકેટ બાદ નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેના ચાહકો રસ્તા ઉપર ઉતરી આવેલા. કાલીસે કહેલું ''રમીએ તો હજૂ પણ રમી શકાય, પરંતુ ક્યાં સુધી ? ક્યારેક તો થંભવાનું જ છે, થોભવાનું છે. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે એ જ રીતે નિવૃત્તિ એ કોઈપણ કારકિર્દીનું અંતિમ સત્ય છે. કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ કક્ષાએથી માણસે ક્યારેક તો ફેરબદલ સ્વીકારવી જ પડે છે.
રાજકારણમાં બુઝુર્ગોનો શંભુમેળો છવાયેલો છે, અહીં જનતા હટાવે નહીં ત્યાં સુધી જ્વલ્લે જ કોઈ નિવૃત્ત થાય છે- કેરળમાં સદીની નજીક પહોંચેલા સીપીઆઈ (એમ)ના વી એસ અચ્યૂતાનંદ કે પછી મહારાષ્ટ્રના રાષ્ટ્રીય કક્ષાના કિંગમેકર ૮૦ વર્ષિય શરદ પવાર... તબિયત ભલે સાથ ના આપે, પોલીટિક્સ જાણે ઓક્સિજન હોય તેમ છેલ્લા શ્વાસ સુધી નેતાઓ રાજકારણ રમતા રહે છે. મુજીવેલ કરૂણાનિધિ ૨૦૧૮માં મૃત્યુ પામ્યા ત્યારે તે ૯૪ વર્ષના હતા, તમિલનાડુમાં તે છેક સુધી પાવર ગેમનો હિસ્સો રહેલા.
શાહરૂખ, સલમાન અને આમીર ખાન ૫૫ વર્ષની વય વટાવી ચૂક્યા છે, એક સમયના ચોકલેટી બોય્સ ઈમેજને બદલાવીને સ્થાન જાળવી રહ્યા છે. અક્ષય ખાન (૫૪ વર્ષ), અજય દેવગ (૫૨ વર્ષ) પણ સિલેક્ટેડ ફિલ્મો સાથે બદલાવને સ્વીકારી રહ્યા છે. સમયની સાથે જે કેવી રીતે બદલાવું તેનું શ્રોષ્ઠ ઉદાહરણ અમિતાભ બચ્ચન છે, જે ૭૮ વર્ષની વયે પણ સદાબહાર છે. સફળતા અને શાલીનતા બન્નેની સંવાદિતા જાળવી રાખવી એ ટોચે પહોંચ્યા પછીનો મોટો પડકાર હોય છે.
ધારદાર યોર્કરથી ભલભલા બેટધરોને બોલ્ડ કરનાર શ્રાીલંકન પેસર લસિથ મલિંગાએ હમણા જ નિવૃત્તિ જાહેર કરી છે. ૨૦૧૪માં શ્રાીલંકાને ટી-૨૦ વર્લ્ડકપ જીતાડનાર ટીમના કપ્તાન મલિંગાની ટ્રેજેડી જૂઓ તેને દુબઈમાં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપ માટેની શ્રાીલંકાની ટીમમાં સ્થાન મળ્યું નથી, હવે તેણે દુઃખી હૃદયે નિવૃત્તિ લેવી પડે છે.
સાચા લીડર્સ એ છે જે પોતાની લીડરશિપમાં જ સેકન્ડ કેડરને પ્રોત્સાહિત કરે છે અને ચોક્કસ સમયે બીજાને સૂકાન સોંપે છે. ટોચ ઉપર પહોંચનાર માટે એ જ ક્ષણથી નીચે ઉતરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતું હોય છે. કોઈ હટાવે ત્યારે ઉતરવું કે માનભેર એક નિિૃત સમયે હટી જવું એ ખુદ ઉપર નિર્ભર હોય છે.
ઝૂમ ઈન
નજરો સે જુદા હુઆ
ના દિલ સે જુદા હુઆ
યુ અલવિદા હુઆ ભી તો
ક્યા અલવિદા હુઆ
ઝૂમ આઉટ
અલવિદા કહતે જબ કોઈ નિશાની માંગી
વો હસકે બોલે' જૂદાઈ કાફી નહીં હૈ ક્યાં ?सुबह सुबह ज़िंदगी की शुरुआत होती है किसी अपने समाजबंधुसे बात हो तो खास होती है,
हर्ष के से अपनो को गुड मॉर्निंग बोलो तो खुशियाँ अपने आप बढ़ जाती है.